કાલોલ તાલુકાના કાલંત્રા ગામે મહિલા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવયુ

તારીખ ૧૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરી માં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવયુ શાંતાબેન કલ્પેશભાઇ રાઠવા કાલોલ તાલુકાના કાલંત્રા ગામે નવીનગરી માં તેની સાસરીમાં ચાર આરોપી ભેગામળી છેલ્લા એક વર્ષથી તુ કોઇ કામ ધંધો કરતી નથી, તને જમવાનુ બનાવતાં આવડતુ નથી તને કોઇ વસ્તાર થતો નથી તુ કાયમ બિમાર રહે છે. તેમ કહીને હેરાન પરેશાન કરી મહેણાં ટોણા મારી માનસીક ત્રાસ આપી હેરાન કરતા હોઇ જે ત્રાસ સહન ન થતા શાંતાબેન કલ્પેશભાઇ રાઠવા તેના ઘર નજીક આવેલ ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવી દેતા વેજલપુર પોલીસ મથકે વેજલપુર જીંજરી વસાહત ખાતે રહેતા છત્રસિંહ ગલુભાઇ રાઠવા એ ૧) મંગલીબેન વીપીનભાઈ રાઠવા (૨) વીપીનભાઇ દેવજીભાઇ રાઠવા (૩) ઉર્મિલાબેન ભારતભાઇ રાઠવા (૪) મનીષાબેન કાલંત્રા નવીનગરી ખાતે રહેતા ચાર સામે ફરિયાદ નોંધાવી છે જેથી વેજલપુર પોલીસે બી.એન.એસ.એક્ટ ૨૦૨૩ ની કલમ ૧૦૮,૮૫,૫૪ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





