BANASKANTHAGUJARATPALANPUR

વડગામ કોલેજ ખાતે એચ.આઇ.વી એઇડ્સ અને હિપેટાઇટિસ-બી ના અવેરનેસ માટે આરોગ્ય લક્ષી સેમીનાર યોજાયો

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ કોલેજ ખાતે એચ.આઇ.વી એઇડ્સ અને હિપેટાઇટિસ-બી ના અવેરનેસ માટે આરોગ્ય લક્ષી સેમીનાર યોજાયો. આજરોજ તા.19-8 -2025ને મંગળવારના રોજ શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ/ કોમર્સ અને ડી. એચ. એસ. આઈ કોલેજ,વડગામ ખાતે આરોગ્ય લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો.કોલેજના પ્રિ. એલ. વી. ગોળ સાહેબ તથા કોમર્સના કા.પ્રિ.ડી.બી. જગાણીયા ના સહયોગ તથા કોલેજના એન.એન.એસ વિભાગ ના પ્રો.ઓ.ડો.ભારમલભાઈ પી.કણબી ના આયોજન, સંચાલન અને જિલ્લા એઇડ્સ કંટ્રોલ પાલનપુર તથા વડગામ આઈ સી ટી સી ના ઉપક્રમે યોજાયો. જેમાં સુપરવાઇઝર ઝરીનાબેન ભાટી દ્વારા મહિલાઓના કાયદા અને સરકારી યોજનાઓ ની માહિતી આપી, ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર ડાચકુ, પાલનપુર ના શ્રી વસંતભાઈ લીમ્બાચીયા દ્વારા એચ.આઇ.વી અને એઇડ્સ કઈ રીતે ફેલાય છે.એના કારણો અને રોકથામ, એચ.આઇ.વી અને એઇ્ડસ નો તફાવત સમજાવ્યો. શ્રી સુરેશભાઈ ભાકોદરા દ્વારા હિપેટાઇટિસ-બી વિશે સમજણ આપી. કનુભાઈ પરમાર દ્વારા સુંદર માહિતી આપી. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો નો સહકાર મળ્યો.આભારવિધિ ડૉ.ભારમલભાઈ પી.કણબી કરી.

Back to top button
error: Content is protected !!