નવસારી: બીલીમોરાના વી.એસ.પટેલ કોલેજ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“રાષ્ટ્રીય રમતગમત દિવસ” અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાયો
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા મહાનુભાવોએ સાયક્લોથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ અભિયાનમાં બીલીમોરાના નાગરિકો તથા યુવાનો ઉત્સાહભર્યે જોડાયા હતા .
આ કાર્યક્રમની મુખ્ય હેતુ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુકત-ગુજરાત’ પહેલના અનુસંધાને સાયકલના નિયમિત ઉપયોગથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા જીવવા નાગરિકોમાં જાગૃતતા આવે.
આ પ્રસંગે નવસારી નાયબ કલેકટર કેયુર ઇટાલિયા , ચીખલી પ્રાંત મિતેશ પટેલ , નવસારી સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા રમત ગમત અધિકારી અલ્પેશ પટેલ તથા બીલીમોરા નગરપાલિકાના પદાધિકારીઓ તથા નાગરિકો ઉત્સાહભેર જોડાય હતા .