
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં IPS અને SPS કક્ષાનાં પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે,જેમાં ડાંગ જિલ્લાના પોલીસ તંત્રમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા યશપાલ જગાણીયા અને એસ.જી.પાટીલની બદલી કરવામાં આવી છે.તેમની જગ્યાએ હવે કુ.પૂજા યાદવ (IPS) ને ડાંગ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.સરકાર દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી આ બદલીઓનો આદેશ જારી કરવામાં આવ્યો છે.આ આદેશમાં અનેક ઉચ્ચ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાએથી નવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.આ બદલીઓનો હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવાનો અને વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવવાનો છે.ડાંગના નવનિયુક્ત પોલીસ અધિક્ષક કુ. પૂજા યાદવ (IPS) તેમના પૂર્વવર્તી અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલા કાયદો અને વ્યવસ્થા સંબંધિત કાર્યોને આગળ ધપાવશે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર તેમની પાસેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલાં લેવાની અપેક્ષા રાખે છે. ડાંગ જિલ્લામાં આ બદલીને કારણે પોલીસ તંત્રમાં નવી ઊર્જા અને નવી કાર્યશૈલીનો સંચાર થવાની સંભાવના છે..




