લુણાવાડા ખાતે WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં કાલોલની બોરુ રીફાઈ સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું.

તારીખ ૨૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર વિવિધ રમતો થકી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત મહિસાગર જીલ્લાના લુણાવાડામોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ૧૮ પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલ કરાટે સ્પર્ધામાં 16 મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.જેમાં ટ્રેનર તોસીફ પઠાણ પાસેથી શ્રેષ્ઠ ટ્રેનિંગ લઈ શાળાના 9 વિધાર્થીઓએ વિવિધ વયજૂથના સ્પર્ધકોએ કરાટે અને કુસ્તી સ્પર્ધમાં ભાગ લઈ પોતાનામાં રહેલું રમત કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં જેમાં નવ બાળકો પૈકી (૧)પ્રિતેશ સિલ્વર અને બ્રોન્ઝ(૨)અહમદ રઝા 1 સિલ્વર (૩)રિયાન પઠાણ સિલ્વર અને બ્રોન્ઝ(૪)પઠાણ અલીના 2 ગોલ્ડ(૫)પઠાણ માહેનુર 2 ગોલ્ડ (૬)પઠાણ અંજુમ સિલ્વર અને બ્રોન્ઝ(૭)મલેક અલવીરા સિલ્વર અને બ્રોન્ઝ(૮) ઇશહાક બ્રોન્ઝ(૯)બેલીમ અલી મઝહર 2 સિલ્વર સહિત બધા વિજેતાઓ અને સહભાગીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે મેડલ મેળવી કાલોલ તાલુકા સાથે રીફાઇ પબ્લિક સ્કૂલ સહિત સમગ્ર સમાજનું નામ બાળકો એ ઉજ્જવળ કર્યું હતું.





