દેવગઢ બારીયામાં સાતકુંડા ખાતે આવેલ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું

તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Devgadhbariya:દેવગઢ બારીયામાં સાતકુંડા ખાતે આવેલ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે આવેલ સાતકુંડા માધ્યમિક શાળામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ટીબી/એચ આઈ વી અધિકારી શ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કલ્પેશ બારીયાના દિશા સૂચન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભવાની માધ્યમિક શાળા, સાતકુંડા તા .દેવગઢ બારિયા માં intensified IEC campaign અંતર્ગત આરોગ્ય અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ દરમ્યાન ICTC કાઉન્સેલર, એડોલેશન કાઉન્સેલર, સિકલ સેલ કાઉન્સેલર દ્વારા વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી અને હિપેટાઇટિસ બી અને સી તેમજ RKSK પ્રોગ્રામ, આઈ. એફ .એ ટેબલેટ તેમજ કિશોર અવસ્થામાં થતા ફેરફાર કિશોર કિશોરીઓને મળતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની કાઉન્સિલિંગ સેવાઓ તથા સિકલ સેલ અનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની વિગતવાર જાણકારી માહિતી માર્ગદર્શન સહિત આપવામાં આવી હતી



