વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્રણી ભિખુભાઈ બિહારી નું સન્માન કરવામાં આવ્યું
21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્રણી ભિખુભાઈ બિહારી નું સન્માન કરવામાં આવ્યું.
વડગામ તા. મોરીયા ગામના વતની પુવૅ.સરપંચ બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ પુવૅ.ચેરમેન,બસુ જિલ્લા પંચાયત પુવૅ.ડેલિગેટ , તા.પંચાયત પુવૅ.ડેલિગેટ,સામાજિક આગેવાન, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ના દિગ્ગજ નેતા ભિખુભાઈ બિહારી નું વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભિખુભાઈ બિહારી વડગામ તાલુકાના વિકાસ કામો માટે જાગૃત પ્રતિનિધિ ની પ્રતિમા ધરાવે છે. પુવૅ.મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરી, પુવૅ.સંસદસભ્ય સ્વ. નિશાબેન ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ સાથે
અંગત સંપર્ક માં રહી વડગામ તાલુકાના પ્રાણ પ્રશ્નો માટે જાગૃત રહ્યા હતા. ગતરોજ મોરીયા ભિખુભાઈ બિહારી ના નિવાસસ્થાને તા.કો. પ્રમુખ અસરફભાઈ માંકણોજીયા, રફીખાન પઠાણ શેરપુરા સેંભર, વિરજીભાઈ શીરવી લક્ષ્મણ પુરા વડગામ સહિત જુદા જુદા જુદા ગામોમાંના આગેવાન કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.