MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર બંદુક બનાવતા એક શખ્સ ઝડપાયો

 

MALIYA (Miyana):માળિયાના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર બંદુક બનાવતા એક શખ્સ ઝડપાયો

 

મોરબી જીલ્લામાં ગુનાખોરી વધી રહી છે લુંટ, હત્યા,મારામારી, ચોરી સહિતના બનાવો પણ દિવસે દિવસે વધી રહ્યા છે પોલીસનો ગુનેગારોને ડર નથી તેવામાં માળિયા પંથકમાં રહેણાંક મકાનમાં ગેર્કયાદ્સર રીતે બંદુક બનાવવા એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવુંતીઓ ફૂલી ફાલી છે અને ક્યાંકને કયાંક પોલીસ આંખ આડા કાન કરી રહી હોવા તેવી લાગી રહ્યું છે ત્યારે માળિયાના ચીખલી ગામે મફતિયા પરામાં રહેતા સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેના રહેણાંક મકાનમાં પાછળના ભાગે આવેલ ફળિયામાં ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની બંદુકો જાતેથી બનાવી અલગ અલગ ગ્રાહકોને વેચતો હોવાની બાતમીના આધેર મોરબી એલસીબી ટીમે દરોડા પાડી ત્યાંથી દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુક નંગ ૨ કીમત રૂ.૧૦,૦૦૦, ઇલેક્ટ્રિક વેલ્ડીંગ મશીન નંગ ૧ કીમત રૂ.૫૦૦૦, ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર મશીન નંગ ૨ કીમત રૂ.૨૦૦૦, ડ્રીલ મશીન નંગ ૧ કીમત રૂ.૧૦૦૦, લોખંડનો સિંગરો નંગ ૧ કીમત રૂ.૫૦૦૦,ઇલેક્ટ્રિક બોર્ડ નંગ ૨ કીમત રૂ.૫૦૦, બાર બોરના ખાલી કાર્ટીસ નંગ ૬૦, ગન પાવડર ભરેલ પ્લાસ્ટિકની શીશી નંગ ૨, લોખંડના જીણા છરા નંગ ૧૧૧, વેલ્ડીંગના ચશમાં નંગ ૧ કીમત રૂ.૫૦, કાતર નંગ ૧, ચાંદલિયાના રોલની ડબ્બી નંગ ૫ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૯,૦૭૦ સાથે સલીમભાઈ કાદરભાઈ માલાણીને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે તેમજ આરોપી સીદીકભાઈ ઉર્ફે સીદો ઉમેદઅલી કાજેડીયા રહે-ચરાડવા વાળા એ બે હથિયાર પૈકીનું એક હથિયાર આરોપી સલીમ પાસે અગાઉ બનાવડાવી હાલ તે હથિયાર રીપેરીંગ કરવા આપેલ હોવાની કબુલાત આપેલ છે તો આરોપી સલીમે બંદુક બનવવાતા અને રીપેર કરતા યુ ટ્યુબના માધ્યમથી વિડીયો જોઇને બનાવતો હોવાનું સામે આવ્યું..

Back to top button
error: Content is protected !!