MORBI મોરબીમાં બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો
MORBI મોરબીમાં બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો
કાલે તારીખ ૨૧/૮/૨૦૨૫ ના મોરબી ખાતે બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. મોરબીના પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશનના મધુસૂદન પાઠક તરફથી આ આયોજન કરાયેલ. બંને સ્થળપર મળીને ૪૦૦ જેવાં અલભ્ય રોપાઓ માટે સેંકડો લોકો ઉમટી પડેલા, કુલ ૧૧૦ જેટલા ભાઇઓ બહેનો ઉત્સાહ પૂર્વક રોપા લેવા આવતા મિનિટોમાં વિતરણ પૂર્ણ થયેલ. મોડા પડેલ ઘણાં ભાઇઓ બહેનો ખાલી હાથે પરત ફરેલ. લોકોનો અદભૂત પ્રતિભાવ જોઇને હજુ પણ આવા કાર્યક્રમો મોરબી ખાતે ગોઠવવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના અનેક નામાંકિત પર્યાવરણ પ્રેમીઓ હાજર રહેલા જેમાં મુખ્યત્વે
જીલેશભાઈ કાલરિયા, પ્રભુભાઈ કાલરિયા, શીવલાલ ડાંગર, મધુસૂદન પાઠક, જીતુભાઈ ઠક્કર, મણીભાઈ ગડારા, કીરીટ સિંહ ઝાલા, ચંન્દ્રશેખર રંગપરિયા, શૈલેષભાઈ કાલરિયા, ડૉ મનુભાઇ કૈલા, અંબાલાલ કુંડારિયા, અશોકભાઈ મોરડિયા, હસમુખભાઈ કારોલિયા દાજીભાઇ ગોહિલ, રમેશભાઈ રૂપાલા વગેરે હતા. આ તબક્કે મોરબીને પર્યાવરણલક્ષી કામગીરીમાં અગ્રેસર બનાવવા બદલ આ હાજર તમામ પર્યાવરણ પ્રેમીઓનો પ્રાણજીવન કાલરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.