તા.૧૧.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં સરકારી પગાર લેતા સરકારી કર્મચારી સાવચેત રહેજો.હેલ્મેટ ખરીદી લેજો દાહોદ ટ્રાફિક પોલીસ દાહોદના રાજમાર્ગો પર તમારી રાહ જોઈ ઉભી છે
સરકારી પગારે દંડ પેટે ભરવો પડે તો બોવ વાધો ના આવે એટલા માટે જ કદાચ સરકારી કર્મચારીઓ થીજ હેલ્મેટના નિયમનું કડક પાલન કરવા માટેનું એક્સન પ્લાન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે.જી હા આજરોજ વાત કરીયેતો દાહોદ ટ્રાફિક પોલીસે મંગળવારના મંગળ દિવસથીજ઼ સરકારી કર્મચારીઓ જે વાહન ચલાવતા સમયે હેલ્મેટ નથી.પહેરતા એવા સરકારી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવા દાહોદ ટ્રાફિક પોલીસ દાહોદના રાજ માર્ગો પર ઉભી છે અને હેલ્મેટના નિયમનુ પાલન જે સરકારી કર્મચારી નથી કરી રહ્યા એવા સરકારી કર્મચારીઓ સામે સ્થળ પરજ દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે