ભરૂચ જિલ્લામાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ થકી રસ્તાનું મજબુતીકરણ થતા ખાડાઓ જાણે ભૂતકાળ બનશે….


***
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્યમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ થકી રસ્તાના મજબુતીકરણનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ…..
****
રાજ્યમાં પ્રથમવાર ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બની રહ્યો છે જંબુસરથી ટંકારી થઇ દેવલા ગામને જોડતો રોડ
*****
ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન ઘટાડી, ટ્રીટમેન્ટના પરિણામ જોઈ, રાજ્યના અન્ય જિલ્લામાં પણ રસ્તાઓનું મજબૂતીકરણ કરવામાં ઉપયોગી પૂરવાર થશે- કાર્યપાલક ઈજનેર રોનક શાહ
*****
આ ટેક્નોલોજીથી રસ્તો બનતા જમીન ભાર વહન ક્ષમતામાં વધારા સાથે રસ્તાના આયુષ્યમાં પણ વધારો થશે
હયાત મટીરીયલને Re-cycle કરવાનો થતો હોઇ આ ટેક્નોલોજી Environment Friendly
Chemically Stabilized Base હોવાથી પાણીના કારણે પોટહોલ્સ પડવાની પરિસ્થિતિ ઉપસ્થિત નથી. જેથી સરફેસની લાઇફ વધે છે
દરેક પ્રકારની માટી માટે આ ટેક્નોલોજીથી કામગીરી હાથ ધરી શકાય તેમ છે.
જંબુસર તાલુકાના દેવલા ગામ પાસે ૫૦૦ મીટર રસ્તાને મીલીંગ કરી ડ્રાય રોલિંગની કામગીરી હાલ પ્રગતિ ઉપર છે…
તાલુકાની અંદાજિત ૧,૯૭,૦૦૦ ની વસ્તી સાથે સૌથી મોટા બલ્ક ડ્રગ પાર્ક, દેવલા નજીકના મીઠાના અગરિયાની ખેતી વિસ્તારનો જોડતો મુખ્ય માર્ગ છે.
.
*****
ભરૂચ – સોમવાર – બાંધકામ ક્ષેત્રે થઇ રહેલા અવિરત વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન પણ જળવાય તે હેતુથી હાલમાં પ્રાયોગિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલાક રસ્તાઓનું નવિનીકરણ ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંર્તગત માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી દ્વારા અત્યાધુનિક ગ્રીન ટેકનોલોજી આધારે રસ્તાના નિર્માણ માટે ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો હતો. જેમના માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઇ દેવલા ગામને જોડતા રસ્તાનો સમાવેશ કરાયો હતો. સરકારશ્રી દ્વારા આ રસ્તાને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીકન્સ્ટ્રકશન માટે રૂ. ૫૦ કરોડની વહીવટી મંજુરી પ્રદાન કરી છે. અન્વયે માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્નારા જંબુસર તાલુકાથી ટંકારી થઇ દેવલા ગામને જોડતો આ રસ્તો ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બનાવામાં આવી રહ્યો છે.
અત્યાઆધુનિક ગ્રીન ટેક્નોલોજીમાં જુદી- જુદી લંબાઈમાં રસ્તાની જરૂરિયાત મુજબ બેઝ સીલ લીક્વીડ સોઇલ સ્ટેબીલાઈઝર કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરી સિમેન્ટ સ્ટેબીલાઈઝેશન કરી તેના ઉપર સ્ટ્રેસ એબ્સોર્બીંગ મેમ્બ્રેન લેયર પાથરી ડામરની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં બહારથી કોઈ વેટમિક્ષ પ્રકારનું મટ્રીરીયલ લાવવામાં આવતું નથી પણ હયાત મટ્રીરીયલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીથી રસ્તો બનતા જમીન ભાર વહન ક્ષમતામાં વધારો થાય છે અને રસ્તાના આયુષ્યમાં ધરખમ વધારો થાય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાનું મજબુતીકરણમાં થતા ખાડાઓ જાણે ભૂતકાળ બનશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઇ દેવલા ગામને જોડતો આ રસ્તો ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બનાવામાં આવી રહ્યો છે. તલાવડી ગામ નજીક જંબુસરથી વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કનો મુખ્ય જોડાણ માર્ગ અને દેવલા નજીકના મીઠા અગરિયાની ખેતી વિસ્તારને પણ આ રસ્તો જોડે છે. વધુમાં આ રસ્તા પર કલક, ડોલિયા, ટંકારી, કપુરિયા, દેવલા વગેરે ગામો સાથે જીઆઈડીસી તેમજ તાલુકાની ૧,૯૭,૦૦૦ હજાર જેટલી વસ્તીને ઉપયોગી થશે. વધુમાં, આ કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હાલમાં દેવલા ગામ પાસે રસ્તાને મીલીંગ કરી ડ્રાય રોલિંગની કામગીરી કરવામાં આવી છે તથા ૫૦૦ મીટર લંબાઈમાં મીલીંગ મટીરીયલ સાથે સિમેન્ટ સ્ટેબીલાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા બાકીની કામગીરી પ્રગતિ હેઠળ જે માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભવિષ્યમાં આ ટ્રીટમેન્ટથી પર્યાવરણને થતું નુકશાન ઘટાડી શકાશે તેમજ ટ્રીટમેન્ટના પરિણામ જોઈ, સમગ્ર ગુજરાતમાં અન્ય જિલ્લામાં આ ટ્રીટમેન્ટથી રસ્તાઓનું મજબુતીકરણ કરવામાં આવશે.
અત્યાધુનિક ગ્રીન ટેક્નોલોજી અને તેના ફાયદાઓ…
સુચિત ગ્રીન ટેક્નોલોજીમાં નુકસાન પામેલ હયાત રસ્તાના Base તેમજ Sub-Base મટીરીયલને Re-cycle કરી નવીન રસ્તા માટેનો Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે. સુચિત ગ્રીન ટેક્નોલોજીના કારણે બાંધકામના સમયમાં ૫૦% સુધીનો સમય બચાવી શકાય છે. આ ગ્રીન ટેક્નોલોજી લાંબાગાળાના પર્યાવરણને અનુકૂળ લક્ષ્યો સાથે સુસંગત છે, અને તે બાંધકામ, કામગીરી અને જાળવણી ખર્ચમાં ઘટાડો, માળખાકીય ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણને અનુકૂળ પણ છે.
હયાત મટીરીયલને Re-cycle કરવાનો થતો હોઇ આ ટેક્નોલોજી Environment Friendly પણ છે. Chemically Stabilized Base હોવાથી પાણીના કારણે પોટહોલ્સ પડવાની પરિસ્થિતિ ઉપસ્થિત નથી. જેથી સરફેસની લાઇફ વધે છે. જ્યારે મેઇન્ટેનન્સ કોસ્ટમાં પણ ધરખમ ઘટાડો થાય છે. અને હયાત રસ્તાના Base તેમજ Sub-Base ને Re-cycle કરવાના કિસ્સામાં દરેક પ્રકારની સોઇલ માટે ટેક્નોલોજીથી કામગીરી હાથ ધરી શકાય તેમ છે.



