BHARUCHGUJARATJHAGADIYA

ઉમલ્લા થી અંબાજી પગપાળા સંઘ રથ સાથે રવાના થતા ગ્રામજનો એ વિદાઈ આપી…

ઉમલ્લા થી અંબાજી પગપાળા સંઘ રથ સાથે રવાના થતા ગ્રામજનો એ વિદાઈ આપી…

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા થી દર વર્ષેની જેમ ચાલુ સાલે અંબાજી પગ પાણા જવા રવાના

ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે , ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે . બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે . માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે.જગત જનની મા અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમલ્લા થી અંબાજી સુધી પદયાત્રા નું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી માના ભક્ત પરીમલ ભાઈ પટેલ ની આગેવાની મા  કુલ 100 પદયાત્રીઓ આજે ઉમલ્લા થી આરતી તેમજ મહા પ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા. ઉમલ્લા થી અંબાજી ની રથયાત્રા 21વર્ષથી ચાલે છે અને હાલ આ 22 મુ વર્ષ છે જેમાં ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ રથ મા જોડાયા છે .ઉમલ્લા થી અંબાજી 52 ગજની ધજા લઈ ને અંબાજી જાય છે અને આ 52 ગજ ની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે  ઉમલ્લા થી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લા થી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ ૧૨ થી ૧૪ દિવસ લાગે છે. મા અંબાજી ના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતા ને વંદન કરશે .

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!