તલોદ તાલુકામાં ભારતીય કિસાન સંઘના પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવેલ હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશની યોજના મુજબ તલોદ તાલુકામાં ભારતીય કિસાન સંઘના પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ , ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલ ,ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શામળકાકા , ગુજરાત પ્રદેશ શિક્ષા આયામ પ્રમુખ પ્રકાશ તિવાળીજી, ,ગુજરાત પ્રદેશ પ્રચાર પ્રચાર પ્રમુખ અમૃતભાઈ પટેલ , જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ ,જિલ્લા મંત્રી કિશોરભાઈ જિલ્લા ઉપ પ્રમુખ રસિકભાઈ તલોદ તાલુકાના પ્રમુખ કોદરભાઈ તથા કારોબારી સભ્યો અને ૩૦ ગામોમાં આવેલી ગ્રામ સમિતિના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ,આયામ પ્રમુખો અને મંડલ પ્રમુખો ની વચ્ચે આજે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તલોદ તાલુકામાંથી આશરે 150 ખેડૂતોની હાજરીમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું ને કિસાન સંઘ ની રીતી નીતિ કિસાન સંઘની ગામ સમિતિ થી મોડીને તાલુકા સમિતિ જિલ્લા સમિતિ પ્રદેશ સમિતિ અને રાષ્ટ્રીય સમિતિ સુધીની સાચી સમજણ પૂરી પાડવામાં આવી હતી અને દરેક ગામડાઓમાં દર મહિને ગ્રામ સમિતિની મીટીંગ ભરાય તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી શ્રાવણ માસ નિમિત્તે સતત સવારના આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી માં સદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ જ ઝીણવટ ભરી અને કિસાન સંઘ નું કાર્ય ની સમજણ પાડવામાં આવી હતી તલોદ તાલુકામાં કિસાન સંઘના કાર્ય વિશે પણ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી એ ખૂબ જ વખાણ કર્યા હતા





