GUJARATHALOLPANCHMAHAL
હાલોલ : પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે નગરમાં આવેલા હનુમાનજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૮.૨૦૨૫
પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે હાલોલ નગર માં આવેલા હનુમાનજી મંદિર માં ભારે ભીડ જોવા મળી હતી તમામ મંદિરો જય શ્રી રામ ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. હાલોલ નગર માં આવેલા તમામ હનુમાનજીના મંદિરો રામભક્ત હનુમાનજી ને વિવિધ શુંગાર કરી દર્શન કરવામાં આવી રહ્યાં છે. જેનો લાભ શિવભક્તો લઇ રહ્યા છે.જેમાં આજે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવાર હોવાને લઇ હનુમાનજીના ભક્તો એ તેમને સિંદૂર વાળું તેલ કાળા માગ વિગેરે થી અભિષેક કરી તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.જેમાં શ્રાવણ માસના પાંચમા અને છેલ્લા શનિવારે હાલોલ નગરના કંજરી રોડ ઉપર બિરાજમાન શ્રી ભીડભંજન દાદા નો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.






