GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ ૩.૦માં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની ટીમ વિજેતા

તા.૧૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યમાં હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. જે અન્વયે રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર ૧૪ ભાઈઓની બાસ્કેટ બોલની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજકોટ ગ્રામ્યની ટીમને ૧૭/૪૭થી હરાવીને ભાવનગર ગ્રામ્યની ટીમ વિજેતા બની હતી.
રાજકોટ મહાનગર પાલિકાના બાસ્કેટબોલ કોર્ટ ખાતે આજે સવારે સાત વાગ્યાથી આ સ્પર્ધા શરૂ થઈ હતી, જેમાં કુલ આ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો. ઝોન કક્ષાએ ફાઈનલમાં વિજેતા ભાવનગર ગ્રામ્યની ટીમ હવે એપ્રિલમાં યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી રમા મદ્રા દ્રારા જણાવાયું છે.





