અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય લેવલે પહોંચ્યા.

તારીખ ૨૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી આપણી ગુજરાત રાજ્ય સરકાર વિવિધ રમતોનું જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જીલ્લાના ગોધરા ખાતે અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા(SGFI) જિલ્લા કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલ કરાટે સ્પર્ધામાં 12 વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દસ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.જેમાં શાળાના કુલ ૧૨ બાળકોએ વિવિધ વયજૂથના સ્પર્ધકોએ કરાટે સ્પર્ધમાં ભાગ લઈ પોતાનામાં રહેલું રમત કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં જેમાં કરાટે સ્પર્ધામાં બાર બાળકો માંથી 14 વર્ષ વયની છોકરી મલેક અલવીરાબાનુ -1,પઠાણ અલીના -1,પઠાણ જિયા -2 ,શેખ સંજીના -3,17 વર્ષ વયની છોકરી પઠાણ મહનૂર-1,14 વર્ષ વયના છોકરાઓમાં બેલીમ અલીમાઝાર -2,પઠાણ રિયાન-2,પઠાણ અહમદરઝા-3, મોગલ ઇશરાહુલ-3 અને 17 વર્ષના છોકરા વયમાં વણકર પ્રીતેસ-1 મેડલ મેળવી આમ બાર બાળકોમાંથી કુલ દસ બાળકોએ મેડલ મેળવી તાલુકા સાથે શાળા સહિત સમગ્ર સમાજનું નામ બાળકો એ ઉજ્જવળ કર્યું હતું જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે મોકલવામાં આવશે તેમ ટ્રેનર તોસીફ પઠાણે જણાવ્યું હતું.






