સમગ્ર શિક્ષા અભિયાન કાલોલ ના નવનિયુક્ત બી.આર.સી.કૉ.ઓ.નું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું.

તારીખ ૨૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે ચાલી રહેલ ધોરણ ૩ થી ૫ ની શિક્ષક આવૃત્તિ ની તાલીમ વર્ગ માં પંચમહાલ જિલ્લાના ડાયટ ખાતે થયેલ નવનિયુક્ત લાઈઝન અધિકારી હઠીલા તથા ડાયટ ના એકાઉન્ટ કમલેશભાઈ તથા કાલોલ તાલુકા ના સમગ્ર શિક્ષા અભિયાન ના બી.આર.સી.કૉ ઓ. આશીષભાઈ ગજ્જર ની નવ નિયુક્તિ થતાં પ્રથમ તાલીમ વર્ગ માં સર્વેનું કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મહાસંઘ ના અન્ય હોદ્દેદારો દ્વારા શાલ તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા સાથે સાથે સમગ્ર રાજ્ય માં મહાસંઘ દ્વારા આયોજિત 1લી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર “આપણી શાળા આપણું સ્વાભિમાન ” કાર્યક્રમ સમગ્ર તાલુકામાં ખૂબ જ સારી રીતે ઉજવાય તેમજ સમાજ માં આવનાર નવી પેઢીના સંતાનો માં સંસ્કાર જાગૃતિ ના વધુ સારા બીજ રોપાય તે માટે પ્રાર્થના સભા માં ફરજિયાત સંકલ્પ લેવાય તેવી તમામ તાલીમ લઈ રહેલ શિક્ષકો ને અધ્યક્ષ દ્વારા રજુઆતકરવામાં આવી હતી.





