ઈદે મિલાદુન્નબી ના પર્વ નિમિતે કાલોલ શહેર અને તાલુકામાં મસ્જિદ,દરગાહ અને ઈમારતો રંગબેરંગી રોશની થી ઝળહળી ઊઠી.
તારીખ ૨૬/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પયગમ્બર એ ઇસ્લામ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્ન-બી તરીકે ઉજવણી કરવામાં આવે છે. કાલોલ નગરની વાત કરીયે તો નુરાની ચોક, કસ્બા વિસ્તાર, મોગલવાડા,કાનાવાગા,પરસોત્તમ નગર સોસાયટી, આશીયાના સોસાયટી, કાશીમાબાદ સોસાયટી સહિત મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી પાંચ તારીખે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તારીખ પાંચ મી સપ્ટેમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા કાલોલ નગરના મુસ્લિમ બિરાદરોમાં આ વર્ષે પેગંબર સાહેબના જન્મ દીન (યૌમે વીલાદત) ના ૧૫૦૦ વર્ષ પુરા થતાં હોય તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલ તાલુકાના એરાલ અને બોરુ ખાતેની મસ્જિદો સહિત ગામ ની ગલીઓમાં તેમ જ ઈદે મિલાદના તહેવારને લઈ ધાર્મિક સ્થળો, દરગાહ, તેમજ ઈમારતોને રંગભેરગી રોશનીથી શણગારવામાં આવી રહી છે અને સરકાર કી આમદ મરહબા, જસ્ને ઇદે મિલાદુન્નનબી ની લખાણ વાડી ઝંડીઓ પોતપોતાના ધાબા ઉપર લગાવવામાં આવી રહી છે. આ પર્વ પ્રસંગે રબીઉલ અવલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની, તકરીર તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. આમ ૧૫૦૦ મી ઈદ-એ-મિલા-દના પર્વ ની ઉજવણી માટે કાલોલ નગર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.