GUJARATJUNAGADHMALIYA HATINA

ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. એન.જી.ડાભીના માર્ગદર્શન હેઠળ માળિયાહાટીના તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં હાલની સિઝનને ધ્યાનમાં રાખી શુદ્ધ પીવાના પાણીની ચકાસણી કરવામાં આવી હતી.ડેન્ગ્યુ, મેલેરિયા જેવા વાહક જન્ય રોગો અટકાયતી પગલા રૂપે જુદી જુદી ટીમો બનાવી વેક્ટર કંટ્રોલ કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં બંધ ટાંકો,માટલા, ફ્રીજ, કુલર,ફૂલદાનીઓ, પાણીના પીપ, તથા ધાબા ઉપરના છત,તેમજ આજુબાજુ પાણી ભરાઈ રહેલ ખાડા ખાબોચિયા મા ટેમીફોજ તથા બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તેવી જગ્યામાં ઓઈલ ના દડા બનાવી મુકવામાં આવ્યા હતા.તેમજ જે સરકારી કચેરીઓમાં કાયમી અવર જવર રહે તેવી તમામ જગ્યાઓ ઉપર ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!