અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા: ધી ટીંટોઇ વિ.કા.સેવા સહકારી મંડળી લી. જનરલ સાધારણ સભા યોજાઈ
તારીખ – ૨૪/૦૮/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે ધી ટીંટોઇ વિ.કા.સેવા સહકારી મંડળી લી. જનરલ સાધારણ સભા યોજાઈ જેમાં સૌપ્રથમ મંડળીના આદ્યસ્થાપકોને યાદ કર્યા અને આ વર્ષે દેવલોક પામેલા મંડળીના સભાસદો ને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સેવા સહકારી મંડળીના ચેરમેન મનીષભાઈ છગનભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને એજન્ડા મુજબનું કામકાજ કરવામાં આવ્યું અને હાજર સભાસદઓ દ્વારા સર્વાનો મતે મંજૂર કરી મંડળના વિકાસ લક્ષી કાર્યો માટેની ચર્ચા વિચારણા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં મંડળીમાં ગુજકોમાસોલ નો મોલ ચાલુ કરવા શ્રી હીરાભાઈ પટેલ દ્વારા તેની માહિતી આપવામાં આવી તેમજ ખેડૂતો અને સભાસદોના જરૂરિયાતના સંસાધનો સર્વેના હિતને ધ્યાનમાં રાખી ઉપલબ્ધ કરાવવા અને કરેલા વિકાસ કાર્યોને સમગ્ર વ્યવસ્થાપક કમિટીની કામગીરીને હાજર સભાસદો દ્વારા બિરદાવી તેમજ નવનિયુક્ત થયેલ યુવા સરપંચ પ્રદીપભાઈ પટેલને સેવા સહકારી મંડળી ના ચેરમેન દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું.તેમજ ડેપ્યુટી સરપંચ નાનજીભાઈ વણકરને મંડળીના વા.ચેરમેન રસિકભાઈ પટેલ દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું તેમજ ઇફકો કંપનીમાંથી આવેલા ટી.એમ.ઈ. વિકાસભાઈ પટેલ અને એમ.ડી. એ દીપકભાઈ પટેલ દ્વારા ખેડૂતોને વિવિધ પાકો માટેની ઉપયોગી દવા વિશેની માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી પરેશભાઈ દ્વારા કરવામા આવ્યું અને ચેરમેન દ્વારા મંડળીના 75 વર્ષના સમયકાળ જેમના થકી મંડળીના વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે તેમનો હૃદયથી વંદન સાથે આભાર વ્યક્ત કર્યો સમગ્ર સભાસદઓ વ્યવસ્થાપક કમિટી ના સર્વે સભ્ય ઓ ઉપસ્થિત સૌ મહેમાનઓનો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો.વા.ચેરમેન રસિકભાઈ દ્વારા સર્વેનો આભાર દર્શન કર્યું.મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યઓ ચેરમેન મનીષ પટેલ વા.ચેરમેન રસિક ભાઈ પટેલ સહકાર ભારતી અરવલ્લી પ્રમુખ હીરાભાઈ ડી પટેલ, ધુળાભાઈ પટેલ, સવજીભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ચેતનભાઇ પટેલ, ઘનશ્યામસિંહ ચંપાવત મગનભાઈ વણકર, રંજનબેન પટેલ , સંગીતાબેન પટેલ અને ઇફકો માંથી આવેલા સાહેબ શ્રી વિકાસ ભાઈ અને દિપકભાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા મંડળીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો