GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત કાલોલ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ કલેકટર ની શુભેચ્છા મુલાકાત.

તારીખ ૨૭/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ ને લઈને કાલોલ શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ દ્વારા સંસદસભ્ય તેમજ કલેકટરની શુભેચ્છા મુલાકાત કરી પોસ્ટર નું વિમોચન કરવામાં આવ્યું હતું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા “અમારું વિદ્યાલય–અમારું સ્વાભિમાન” અભિયાનનું પોસ્ટર વિમોચન અર્થે કાલોલ ના પનોતા પુત્ર એવા રાજપાલસિંહ જાદવ સંસદસભ્ય પંચમહાલ ની શુભેચ્છા મુલાકાત તેમજ પોસ્ટર વિમોચન માટે કાલોલ અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા મુલાકાત કરવામાં આવી સાથે આપણા પંચમહાલ જિલ્લાના કલેકટર ને પણ પોસ્ટર વિમોચન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સાથે સાથે બન્ને મહાનુભાવોએ 1લી સપ્ટેમ્બર ના રોજ જિલ્લાની કોઈપણ શાળામાં હાજર રહી આ કાર્યક્રમ ને પ્રોત્સાહન આપવાનું જણાવેલ છે.





