
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : ઉમેદપુર ગામમાં ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ઉમેદપુર ગામે ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગામના રમણભાઈ પટેલના નિવાસસ્થાને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની માટીમાંથી બનેલી સુંદર મૂર્તિ લાવવામાં આવી હતી, જ્યાં પાવન વિધિ દ્વારા દાદાનું પૂજન કરવામાં આવ્યું.પૂજન બાદ રમણભાઈના ઘરેથી વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઈ, જેમાં ગામના લોકો પણ શોભાયાત્રા જોડાયાઅને ગામ ના ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી. ત્યાં શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.વિશેષ રૂપે, ભગવાનને ૫૧ ગોળના લાડુનો ભોગ અર્પણ કરાયો હતો.ગામ લોકો એ ભગવાન ગણેશ ને આવકાર્ય હતા તેમજ ગામના યુવક મંડળ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગામ ના યુવાનો દ્વારા પાંચ દિવસ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવશે અને પાંચ માં દિવસે ધામ ધૂમ થી ભગવાનને વિસર્જન કરવામાં આવશે આમ આ પાંચ દિવસ આખુ ગામ ભક્તિમય બનશે




