GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ કલાકારો માટે પોતાની કળા રજૂ કરવાનો મંચ બનતો તરણેતર લોકમેળો

સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું.

તા.27/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્પર્ધકોએ ઢોલ, વાંસળી, મોરલી, દુહા-છંદ, લોકવાર્તા, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય ઝળકાવ્યું.

વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો આરંભ થઈ ચૂક્યો છે જેમાં ગુજરાત ટુરિઝમ સ્ટેજ પારંપરિક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિસરાતા વારસાના જતન અને સંવર્ધન અર્થે દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું છે તરણેતર લોકમેળામાં ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ રાવણહથ્થો (ગાયન સાથે), ઢોલ, વાંસળી, મોરલી, સિંગલ પાવા, જોડિયા પાવા, ડાક ડમરુ, શરણાઈ, શંખ, ઝાલર, મંજીરા / ઝાંઝ અને કરતાલની સ્પર્ધામાં ૧૪૨ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈને કળા પ્રદર્શિત કરી હતી તા. ૨૭ ઓગસ્ટના રોજ ભજન, લોકગીત, દુહા-છંદ, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રીય અભિનય, બહુરૂપી, ભરતગૂંથણ, લાકડી ફેરવવી અને ભૂંગળની સ્પર્ધાઓમાં ૧૭૦થી વધુ સ્પર્ધકોએ કૌશલ્ય ઝળકાવ્યું હતું આવતીકાલે તા. ૨૮ ઓગસ્ટના રોજ વેશભૂષા (પુરુષ), વેશભૂષા (સ્ત્રી), છત્રી સજાવટ, રાસ, હુડો, લોકનૃત્ય, સોલો ડાન્સ, ખેલૈયા અને રાવટીની સ્પર્ધાઓમાં અંદાજે ૩૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે ઉલ્લેખનીય છે કે, વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયાં હતાં. આમ, કુલ ૨૬ સ્પર્ધાઓમાં જિલ્લાના ૬૦૦થી વધુ કકલાકારો માટે તરણેતર લોકમેળો કલાકારી રજૂ કરવાનો મંચ બન્યો છે જેના માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મમતાબેન પંડિત, પ્રકાશસિંહ ગોહિલ સહિતનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!