પાકિસ્તાનમાં જલપ્રલયથી 800થી વધુનાં મોત

ઇસ્લામાબાદ : ભારતમાં ભારેથી અતિભારે વર્ષા ધરતી ધમરોળી રહી છે. પરંતુ મૃત્યુઆંક હજી મર્યાદિત રહ્યો છે. તેનું કારણ સરકારે તત્કાળ લીધેલાં પગલાં અને આપેલી પૂર્વ સાવચેતી છે. બીજી તરફ પાકિસ્તાનમાં ભારેથી અતિભારે વરસાદને ૮૦૦થી વધુનાં મોત થયાં છે અને ૭૦૦૦થી વધુ મકાનો તબાહ થઇ ગયાં છે. પર્વતીય વિસ્તારોમાં તો વરસાદની સાથે પૂરતાં પાણીએ બધું ખેદાન-મેદાન કરી નાખ્યું છે જ્યારે શહેરો પણ દલદલમાં ફરી ગયાં છે. માર્ગો નદીઓ બની ગયાં છે.
પાકિસ્તાનમાં વાયુચક્ર વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ગત વર્ષના પ્રમાણમાં ઘણો વધુ વરસાદ થયો છે. ઓગસ્ટના મધ્ય સુધીનાં જ ગત વર્ષના કુલ વરસાદ કરતાં ૫૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
પ્રશ્ન તે છે કે વર્ષાને લીધે થયેલી ભારે તબાહી માટે જવાબદાર કોણ છે ? તો જવાબ સીધો અને સાદો છે કે તે માટે માનવી જ જવાબદાર છે.
પર્વતીય પ્રદેશોની વાત લઇએ તો ત્યાં બેફામ રીતે વૃક્ષો કપાવવાથી પાણીને રોકનારૃં કશું રહ્યું જ નથી. તેથી તે વિસ્તારમાં ગામોમાં તો વિનાશ વેરાઈ ગયો છે.
શહેરોની પરિસ્થિતિ વિષે માહિતી આપતાં વાયુચક્ર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વાસ્તવમાં મ્યુનિસીપાલિટીઓ સ્ટોર્મ વૉટર ડ્રેનેજ (વરસાદી પાણી વહી જવાં માટેની ડ્રનેજ) સાફ નહીં હોતાં પાણી પાછું મારે છે. માટે માર્ગો નદીઓ બની ગયા છે.
બીજી તરફ ભારે આર્થિક સંકટ ભોગવતાં આ રાષ્ટ્રે અમેરિકી અને ચીની કંપનીઓને ખનિજ માટે ખોદકામ કરવાની પરવાનગી આપતાં ખોદાયેલી જમીનના પથ્થરો, શીલાઓ અને માટી પ્રવાહને પાછો મારે છે. પૂર્વમંત્રી રહેમાને કહ્યું હતું કે એક તફ જંગલો કપાતાં હવે કુલભૂમિના ૫ ટકા ઉપર જ જંગલો રહ્યાં છે તેમાં ખનિજ માટેનાં ખોદકામે ઢગલાં કર્યાં છે. તો પૂરતા પાણી વહેતાં નથી તેથી તબાહી થઇ છે.




