HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે હિંમતનગર થી ઈડર તરફ જતા વક્તાપુર હનુમાનજી મંદિરે સ્ટાફ દ્વારા પદયાત્રી વિસામા નું આયોજન કર્યું હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે હિંમતનગર થી ઈડર તરફ જતા વક્તાપુર હનુમાનજી મંદિરે સ્ટાફ દ્વારા પદયાત્રી વિસામા નું આયોજન કર્યું હતું જેમાં ચા નાસ્તો જમવાનું ગરમ પાણી તેમજ આરામ કરવાની વ્યવસ્થા તથા આરોગ્ય સેવાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યરત કરવામાં આવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલતા જતા પદયાત્રીઓ માટે વક્તાપુર મંદિર પદયાત્રી વિસામા નો શુભારંભ જીએમઇઆરએસ હોસ્પિટલ આરએમઓ ડોક્ટર વિપુલભાઈ જાની સાહેબ અને સુપ્રિન્ટેન્ટ સાહેબ ની મુખ્ય ઉપસ્થિતિ માં અને ડીએનએસ પુષ્પાબેન ટી એ એન આઇ મેબર જ્યોત્સનાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો ગામના શ્રેષ્ટીઓ જીએમઇઆરએસ હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટર નર્સિંગ સ્ટાફ સાથે જોડાયા હતા અને જય અંબે નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું



