MORBI:મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી ગઈ! ૧૬ યાત્રાળુ ઇજાગ્રસ્ત! સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા!

MORBI:મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી ગઈ! ૧૬ યાત્રાળુ ઇજાગ્રસ્ત! સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મહેસાણાથી દ્વારાકા પૂનમ ભરવા જઈ રહેલા યાત્રાળુની બસને નડ્યો અકસ્માત ! મોડીરાત્રે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો
મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જઈ રહેલા યાત્રાળુઓની ખાનગી બસને મોરબીના આમરણ નજીક અકસ્માત નડતા બસ પલ્ટી મારી ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં ૧૬ મુસાફરો ઇજાગ્રસ્ત થતા મોરબી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મહેસાણાથી ૩૫ મુસાફરો ભરીને નીકળેલી જીજે – 05 – બીએસ – 5581 નંબરની ખાનગી બસને મોરબી નાં આમરણ નજીક ગઇ મોડીરાત્રે દોઢ થી બે વાગ્યાના અરસામાં અકસ્માત નડતા બસ પલ્ટી મારી ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે બસ ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં ખાનગી બસમાં મુસાફરી કરી કુલ ૩૫ મુસાફરો દ્વારકા પૂનમ ભરવા જતા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ૩૫ પૈકી ૧૬ મુસાફરોને ઇજાઓ પહોંચતા રાજકોટ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત મુસાફરોની યાદી(૧)ભીખીબેન બાબુભાઇ દેસાઇ ઉ.વ.૫૫ રહે.મહેસાણા(2) ઉર્વશીબેન નાનજીભાઇ દેસાઇ ઉ.વ.૨૧ રહે. મહેસાણા(૩)તનીબેન નાગજીભાઇ દેસાઇ ઉ.વ.૩૭
(૪)અમીષાબેન જેરામભાઇ દેસાઈ ઉ.વ.૨૩ અમદાવાદ (૫)જીવતબેન વાઘુભાઇ ઉ.વ.૫૦ રહે. મહેસાણા (૬)પરેશભાઈ નારાયણભાઇ દેસાઇ ઉ.વ.૩૬ રહે.મહેસાણા(૭) પ્રેમીલા મુકેશભાઇ પટેલ ઉ.વ.૪૮ રહે. મહેસાણા(૯) મંગાબેન રમેશભાઇ રબારી ઉ.વ.૫૦ રહે.મહેસાણા (૯)મમતાબેન જયેશભાઇ પટેલ ઉ.વ.૫૨ રહે-પાટણ (૧૦) પ્રતિક્ષા હિતેશભાઇ પટેલ ઉ.વ.૪૪ રહે-પાટણ (૧૧)સુનીતાબેન પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૫૪ રહે-પાટણ (૧૨)ગીતાબેન વિષ્ણુભાઇ રબારી ઉ.વ.૪૮ રહે-ખેરવા (૧૩)શંભુભાઇ ઇશ્વરભાઇ રબારી ઉ.વ.પર રહે-પાટણ (૧૪)કિષ્ના મફતલાલ રબારી ઉ.વ.૫૦ રહે-ખેરવા (૧૫)ચંપાબેન કાનજીભાઈ રબારી ઉ.વ.૪૦ રહે-ખેરવા (૧૬)પુંજાબેન શંભુભાઇ રબારી ઉ.વ.૫૦ રહે-પાટણ










