અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામા 15 મા નાણાપંચ અંતર્ગત 20 ટકા ગ્રાન્ટના કામોની ફાળવણીમા જેમમાં ગયેલા કામો ચાર વર્ષથી થયા જ નથી..?
તાલુકા પંચાતના કરોડો રૂપિયાના જેમમા ગયેલા 20 ટકા ગ્રાન્ટના કામો કેમ નથી થતાં..?
સરકાર દ્વારા વિકાસ અંતર્ગત વિવિધ ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે પરંતુ કેટલીક વાર ગ્રાન્ટો સરકારી ખાતાની અંદર જમા રહેતી હોય છે પરંતુ કામો થતા નથી તેવી જ એક ઘટના સામે આવી છે જેની અંદર અરવલ્લી જિલ્લાની અંદર હાલ જોવામાં આવેલ તો તાલુકાની અંદર જે 15માં નાણાપંચ અંતર્ગત જે 20% ગ્રાન્ટ તાલુકા પંચાયત ને ફાવવાવામાં આવે છે તેવા કામોની ફાળવણી દર વર્ષે કરવામાં આવે છે જેની અંદર જેમમાં ફાળવણી કરેલા કામો જેવા કે ઇલેક્ટ્રિક ને લગતા કામો,CCTV કેમેરા, લાઉડસ્પીકર, ટાવર લાઈટ સહીત અનેક કામો મંજૂર કરવામાં આવે છે અને ગ્રાન્ટ પણ ફારવવામાં આવે છે તેમજ ગ્રાન્ટ પણ જમા કરી દેવામાં આવે છે છતાં છેલ્લા 2020 થી આજ દિન સુધી કામો થયા ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
તાલુકા પંચાયતની અંદર 20% ગ્રાન્ટ ના જે કામોની ફાળવણી કરવામાં આવે છે એ કામો અંતર્ગત માહિતી મેળવતા એક સદસ્ય જણાવ્યું હતું કે છેલ્લા 2020 જેમમા ગયેલા જેટલા પણ કામો છે તેમાંથી એક પણ કામ કરવામાં આવ્યા નથી અને હાલ ગ્રાન્ટ પણ એની જમા કરી દેવામાં આવી છે છતાં કોઈપણ પ્રકારનું કામ થતું નથી બીજી તરફ આ કામ એટલા માટે અટકી રહ્યા છે કે જેની અંદર જેમમા ગયેલ કામો જે તે એજન્સીને ટેન્ડર આપી કામ કરાવવાના હોય છે જેમાં કેટલાક લોકો આ કામો પોતાની લાગતી વળગતી એજન્સીને કામ ન મળતા હોવાના કારણે આ કામો અટકી રહ્યાં હોય તેવું લાગી રહયું છે મળતી માહિતી અનુસાર તાલુકા ની એક એવી પંચાયત છે કે જેની અંદર છેલ્લા ચાર વર્ષ થી જેમમાં ગયેલા લાખો રૂપિયાના વધુના કામ આજદિન સુધી થયેલ નથી ત્યારે ખરેખર સરકારીતંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે કે શું સરકાર વિકાસ માટે કામોની ગ્રાન્ટો ફાળવી રહી છે પરંતુ ગ્રાન્ટતો એમનેમ ખાતામાં પડી રહેતી હોય છે અને કામો થતા નથી ત્યારે આ અનેક સવાલો ઊભા થયા છે વિકાસશીલ ગુજરાતમા વિકાસના કામ મંજૂર કરવામાં આવે છે અને ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે છતાં કામો કેમ નથી થતાં એ એક સવાલ,