GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ટીંબડી નજીક વાહનમાં અબોલ જીવ ભરીને હેરાફેરી કરનાર બે શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના ટીંબડી નજીક વાહનમાં અબોલ જીવ ભરીને હેરાફેરી કરનાર બે શખ્સો ઝડપાયા
ટીંબડી ગામ નજીકથી વાહનમાં ૧૦ બકરા અને 3 ઘેટા સહીત કુલ ૧૩ જીવને ખીચોખીચ ક્રુરતાપૂર્વક બાંધી પરિવહન કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિવેકભાઈ વેલજીભાઈ અઘારાએ આરોપીઓ શબીર મહમદ હનીફ શેખ રહે અંજાર કચ્છ અને ધારીભાઈ બચુભાઈ જીલીયા રહે ત્રાજપર ચોકડી મોરબી ૨ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની મહિન્દ્રા જીતો કાર જીજે ૧૭ યુયુ ૬૭૫૯ વાળીમાં ગેરકાયદે બકરા નંગ ૧૦ અને ઘેટા નંગ ૦૩ એમ કુલ જીવ નંગ ૧૩ ક્રુરતા પૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે










