BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા તલાટીઓની હડતાલ કામગીરી ઠપ્પ થતા ઉચ્ચસ્તરે રજુઆત

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા છેલ્લા કેટલાય સમય થી તલાટી હડતાલ કારણે કામગીરી ઠપ્પ થઈ જતા આજ રોજ મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરવા મા આવી છે વાવ થરાદ જીલ્લા સહિત તલાટી ઓ ની કામગીરી લાખણી તાલુકા ના ગામોમા તલાટી ઓ ની હડતાલ ના કારણે ઠપ્પ છે અને ગામડા ઓ ના લોકો ને તાલુકા ના ધક્કા ખાવા પડે છે ત્યારે તલાટી વિભાગ ના કામો વારસાઈ જમીન સંબંધીત નોંધો વિવિધ દાખલાઓ તેમજ અન્ય મહેસુલી સેવાઓ માટે તાલુકા અને જીલ્લા ની કચેરીમાં ધક્કા ખાવા છતા અરજદારો ના કામ થતા નથી ખાસ કરીને ખેડૂતો વિધાર્થીઓ ગરીબ અને વંચિત વર્ગોના લોકો ને સરકારી યોજનાઓ ના લાભો મેળવવા તેમજ વિવિધ પ્રમાણપત્રો મેળવવા ભારે હાલાકી પડી રહી છે પરિણામે સમય નાણા અને શ્રમ નો વ્યય થાય છે સાથે સાથે લાખણી તાલુકા સહિત વિસ્તાર મા અસંતોષ ની લાગણી પણ ઉભી થઈ છે છેલ્લા કેટલાય સમય થી કામગીરી ઠપ્પ થઈ છે તાલુકા મથકે કામો માટે ધરમ ના ધક્કા ખાવા લોકો પણ મજબુર બન્યા છે ત્યારે લાખણી તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીલ્લા કલેકટર અને અને ડી ડી ઓ ને લેટર લખી રજુઆત કરવામાં આવી છે જો સત્વરે નિર્ણય લઈ તાત્કાલિક તલાટી ઓ ને જાણ કરવા મા આવે અને આગળ નુ કામ ચાલુ કરવા રજૂઆત કરી છે

Back to top button
error: Content is protected !!