GUJARATMORWA HADAFPANCHMAHAL

ગોધરા કોમર્સ કોલેજમાં ‘પોક્સો એક્ટ’ જાગૃતિ વેબિનાર યોજાયો

 

પ્રતિનિધિ શહેરા તા 29

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા: સાવજનિક કોમર્સ કોલેજ, ગોધરાના એનએસએસ (NSS) વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ’ (POCSO) – પોક્સો એક્ટ-૨૦૧૨ અંગે જાગૃતિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં દિલ્હી સ્થિત સાક્ષી એનજીઓ ના જાણીતા વક્તા અગલ્યા યાદવ એ વિદ્યાર્થીઓને પોક્સો કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.વેબિનાર દરમિયાન, અગલ્યા યાદવે અત્યંત સરળ હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની જોગવાઈઓ, બાળકોની માનસિકતા (ચાઈલ્ડ સાયકોલોજી), અને જાતીય શોષણનો ભોગ ન બનવા માટે શું કરવું જોઈએ, તેમજ આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ ગંભીર વિષયને વધુ અસરકારક બનાવવા માટે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, કાર્ટૂન અને વિવિધ સૂત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ વેબિનારમાં કુલ ૧૨૫ લોકો જોડાયા હતા, જેમાં કોલેજના સદાબા હોલમાં ૧૧૭ વિદ્યાર્થીઓ અને ૮ ફેકલ્ટી સભ્યોએ લાઈવ ભાગ લીધો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ મોબાઈલ લિંક દ્વારા જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન વેબિનાર કો-ઓર્ડિનેટર શ્રી તલ્હા પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. અરુણસિંહ સોલંકી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ડૉ. સ્નેહા મેડમ દ્વારા કરવામાં આવી હતી. આ વેબિનાર વિદ્યાર્થીઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કાયદા વિશે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!