
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા – ધનસુરા રોડ પર ફરી એક વાર ગોજારો અકસ્માત સર્જાયો : ઇકો ચાલકનું થયું મોત, ટ્રક પલટી મારતા આગ ભભૂકી
મોડાસા- ધનસુરા રોડ પરના હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પલટી મારી ગઈ હતી જેમાં ટ્રક પલટી ગયા બાદ ટ્રકમાં આગ એકાએક આગ ભભૂકી ઉઠી હતી અકસ્માત ભયકંર હોવાથી અકસ્માતમાં ઇકો ચાલકનું મોત નીપજ્યું હતું જેમાં સમગ્ર ઘટના ને લઇ ધનસુરા પોલીસ અને આસપાસ ગામના યુવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા મોડાસા–ધનસુરા ધોરીમાર્ગ પર ભયાનક અકસ્માત બન્યો. ટ્રક અને ઈકો કાર વચ્ચે અથડામણ થતાં ટ્રક પલટી ગયો અને તેમાં આગ ભભૂકી ઉઠી. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં ઈકો કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.






