GUJARATKUTCHNAKHATRANA

રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે નિરોણાની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ક્રીડા ભારતી-કચ્છના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવનુ આયોજન.

રાષ્ટ્રવાદી ખેલાડી મેજર ધ્યાનચંદને યાદ કરી ખેલાડીઓએ સ્મરણાંજલી આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા. ૨૯ ઓગસ્ટ : રાષ્ટ્રીય રમત દિવસ તેમજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, પ્રાથમિક કુમાર તથા કન્યા શાળા તેમજ ક્રક્રીભારતી-કચ્છના સંયુક્ત ઉપક્રમે “રમતોત્સવ”નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા માં શારદે વંદનાથી કરવામાં આવી. મંચસ્થ સી.આર.સી. જોટવા સાહેબ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની કંચન ગરવાએ રાષ્ટ્રીય રમત દિવસ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબે મેજર ધ્યાનચંદજીના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી અને તેમના રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણને રેખાંકિત કર્યો હતો.

ત્યારબાદ ખેલ મહાકુંભની વિજેતા વિદ્યાર્થીનીઓ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી રમતોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. “ખેલેગા નિરોણા, ખિલેગા નિરોણા” થિમ અંતર્ગત ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ દેશી રમતો જેવી કે લીંબુ ચમચી, ખો-ખો, કોથળા દોડ, ત્રિપગી દોડ, રસ્સાખેંચ, વગેરે રમવામાં આવી હતી અને રમતના અંતે વિજેતાઓ ઘોષિત કરવામાં આવેલ હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવેલ હતી.

રમતોત્સવના સફળ આયોજન માટે હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોને નિર્ણાયકો તરીકે સેવાઓ આપેલ હતી. સમગ્ર સ્ટાફે સૌહાર્દપૂર્વક સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર રમતોત્સવનુ સંકલન શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરાએ કરેલ હતુ. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધી કુમાર શાળાના આચાર્યા કંચનબેન દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!