અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી કોંગ્રેસ સમિતિ દ્વારા વિસામાનો શુભારંભ..
ચા, નાસ્તો, મેડિકલ સેવાઓ અને મોબાઇલ ચાર્જિંગ સેવા ઉપલબ્ધ કરાશે
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓને સેવા અને સુવિધા આપવા વિસામો શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે હજારો યાત્રિકો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળે છે
મોડાસા–શામળાજી હાઇવે પર જીવણપુર ખાતે આવેલા આ વિસામાનું શુભારંભ સરડોઈ ગાયત્રી ઉપાસક શ્રી પદ્યુમનભાઈ બાવજીના પાવન હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.આ વિસામામાં યાત્રાળુઓ માટે ચા–નાસ્તો, મેડિકલ કેમ્પ દ્વારા સારવાર દવાઓ , મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ, આરામ માટે સુવિધાજનક જગ્યા ઉપલબ્ધ કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે અંબાજી માતાની પદયાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે સમાજમાં એકતા, પ્રેમ અને સેવા ભાવનાનું પ્રતિક છે. યાત્રાળુઓની સેવા કરવાનો અવસર મળવો અમારૂ સૌભાગ્ય છે આ આયોજનને કારણે હજારો પદયાત્રીઓએ વિશાળ રાહત અનુભવી છે અને સેવા–સહકારના આ કાર્યને સૌ કોઈએ વધાવી લીધું છે. શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, ડો. રાજનભાઈ ભગોરા, બલભદ્રસિંહ ચંપાવત, ઈન્દુબેન તબિયાડ,ઉષાબેન રાઠોડ,આસપાસ ના ગામો ના સરપંચો સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સેવાનો લ્હાવો લીધો હતો.