અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડો ને લઇ મોડાસા ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળી લેખિત રજુઆત કરવા અંગેનો વિડિઓ વાયરલ કર્યો
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડો ને લઇ મોડાસા ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળી લેખિત રજુઆત કરવા અંગેનો વિડિઓ વાયરલ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અરવલ્લી ના મોડાસા ખાતે નવીન બસસ્ટેશન નું ઉદ્ઘાટન કરવા આવી રહેલ છે.જેને લઇ કિર્તીરાજ એમ પંડ્યા સામાજિક કાર્યકર્તા એ વિડિઓ વાયરલ કરી તેમને રૂબરૂ મળી અરવલ્લી જિલ્લા ની પ્રાથમિક શાળાઓ કે જે તૂટેલી હાલત માં જર્જરિત છે. ત્યાં બેસી અભ્યાસ કરવો બાળકો માટે જોખમ ભર્યું છે.રાજ્ય ના તમામ જિલ્લાઓમાં એર કન્ડિશનલ એ.સી વાળા બિલ્ડિગ નેતાઓ ને બેસવા માટે બનાવવા માં આવ્યા છે તો બાળકો માટે નવીન વર્ગ ખંડો કેમ નહિ..? ભારત દેશ ના ભવિષ્ય બાળકો ને યોગ્ય સુવ્યવસ્થિત સગવડ વાળી શાળાઓ કેમ નહિ..? શિક્ષણ ની યોગ્ય સગવડો પુરી પાડવી સરકારની નૈતિક ફરજ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડો ઝડપથી નવીન બને તે હેતુ થી માન. મુખ્યમંત્રીને મળીને લેખિત રજૂઆત કરવા અંગે વિડિઓ વાયરલ કરી વર્ગખંડો ની દયનીય હાલત ને લઇ રોષ વ્યક્ત કર્યો હતો