DAHODGUJARATSANJELI

સંજેલીના ચમારીઆ થી ભાવિ ભક્તો રથ સાથે પગપાળા સંઘ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું 

તા.૨૯.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીના ચમારીઆ થી ભાવિ ભક્તો રથ સાથે પગપાળા સંઘ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું

અંબાજી જગત જનની મા અંબાનાધામ ખાતે ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સંજેલી તાલુકામાં આવેલ ચમારીઆ ગામના ભીત ફળિયાના ભક્તો જય વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત પગપાળા સંઘ ડીજેના તાલે અંબેમાના રથના શણગાર સાથે અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સવારની માતાજીની આરતી કરીને પ્રસાદ લઈને માતાજીના ધામમાં જવા માટે રવાના થયા હતા. પગપાળા ચાલતા ચાલતા જઈને બોલ માડી અંબે જય જય અંબેના ઘોષ સાથે ખૂબ જ આનંદભેર અંદાજે 100 જેટલા ભક્તો આ પગપાળા રથયાત્રામાં જોડાયા હતા. પાંચ દિવસ સુધી પગપાળા ચાલીને અંબાજી ખાતે પહોંચીને માતાજીના મંદિરે ધજા ચડાવીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે અને આશીર્વાદ મેળવશે આમ જય વાઘેશ્વરી યુવક મંડળ ચમારિઆના ભક્તો પગપાળા રથ સાથે રવાના થયા હતા

Back to top button
error: Content is protected !!