હાલોલમાં આવેલ શ્રી હિમજા માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૮.૨૦૨૫
હાલોલ દશા ઝારોળા વણિક જ્ઞાતિ સમાજ તથા ઝારોળા બ્રાહ્મણ સમાજ ના કુળ દેવી એવા હિમજા માતા ના પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ભાદરવા સુદ છઠ ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હાલોલ નગર ની મધ્યમાં ગાંધીચોક ખાતે આવેલ હિમજા માતાના મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.પ્રતિ વર્ષે ભાદરવા સુદ છઠ નાં દિવસે હાલોલ નગર સહિત પંથકમાં વસતા શ્રી દશા ઝારોલા જ્ઞાતિ સમાજના લોકો તેમના કુળ દેવી હિમજા માતાજીના નાં પાટોત્સવની ઉજવણી કરે છે. જે અંતર્ગત આજે શુક્રવારના રોજ વહેલી સવારથી જ માતાજીના ભકતો નગરના મધ્યમ માં આવેલા ગાંધીચોક ખાતે આવેલ હીમજા માતા ના મદિરે ઉમટી પડયા હતા. ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે માતાજીની કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીની પૂજા, અર્ચના પ્રાર્થના કરી સવારે દસ કલાકે મંદિર પરિસર માં યજ્ઞ નો આરંભ કરવામાં આવ્યો હતો. યોજાયેલ યજ્ઞમાં આઠ દંપતીઓએ હવન કુંડમાં આહુતિ આપી હતી. જે સાંજે યજ્ઞ સાંજે પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વેદિક મંત્રોચાર સાથે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.શ્રી દશા ઝારોળા જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે બ્રાહ્મણ પંચની વાડીમાં સમૂહ ભોજન ( પ્રસાદી) નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ માતાજીના ભકતો એ ભાદરવા સુદ છઠ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.