MORBI:મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

MORBI:મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટરશ્રીએ નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તથા જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી સહિતના કડકમાં કડક પગલા લેવા સૂચના આપી
મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા નર્મદા કેનાલના બાકી કામ તાકીદે પૂર્ણ કરવા તથા રોડ-રસ્તા સહિતા કામોમાં ગુણવત્તા જાળવવા બાબતે કડક સુચના આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તથા જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી સહિતના કડકમાં કડક પગલા લેવા વહિવટી તંત્રના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં તેમણે ગામડાઓની મુલાકાત દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓના લાભ અને જરૂરી સુવિધાઓ ગામડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા ખાસ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટરીશ્રી મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










