BANASKANTHATHARAD
કરોડોનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું 101 કેશ 15326000 નાં દારૂનો નાશ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા 1 કરોડ 53 લાખ 26 હજાર રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રોહિબિશન અધિકારી અને બે સરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે.થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો છે. આ વિસ્તાર દારૂની હેરાફેરી માટેનો મુખ્ય માર્ગ છે.બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂનો જથ્થો પકડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દર ત્રણ મહિને DGPના આદેશથી જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે.