GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક થતા પાંચ ગેટ ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં આવેલ કડાણા ડેમમાં પાણીની આવક વધતાં હાથ ડેમમાં પાંચ ગેટ પાંચ ફુટ ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
અમીન કોઠારી મહીસાગર
કડાણા ડેમમાં પાણીની સપાટી આજે સાંજે 415 ફુટ 10 ઈંચ થવા પામેલ હતી.
કડાણા ડેમમાં પાણીની આવક 78ooo.કયુસેક હોઈ ડેમનુ પાણી કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને 20400કયુસેક પાણી અપાય છે ને વિજ ઉત્પન્ન કરનાર ચારે વીજ યુનિટ કાયૅરત છે.
કડાણા ડેમમાં પાણીની આવક હોઈ ડેમનાં પાંચ ગેટ પાંચ ફુટ ખોલીને 32735 ક્યુસેક પાણી મહીં નદી માં છોડાઈ રહેલ છે.
કડાણા ડેમમાં પાણીની આવક 78000 હોઈ તેની સાથે ડેમમાથી કુલ 53135 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમમાં પાણીની મહત્તમ સંગ્રહ શક્તિ ની સપાટી 419ફુટ છે.