મુળી તાલુકાનાં શેખપર ગામે કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ દુકાનો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામે આવેલા સર્વે નંબર ૪૬૬/૧/પૈકી ૪માં અંદાજે રૂ.૧.૫ કરોડની કિંમતની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો શનિવારે દૂર કરવામાં આવ્યા હતાં નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા ચોટીલા અને મામલતદાર, મુળીની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી આશરે ૧૫ વર્ષથી અનઅધિકૃત રીતે કબજો જમાવીને ઊભી કરાયેલી માંડવરાયજી હોટલ, શિવ શક્તિ હોટલ, બે પાનના ગલ્લા, પાકા તપારાના શેડ, પંચરની દુકાન, એક કરિયાણાની અન્ય દુકાનો અને પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ દબાણો સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરૂભા પરમાર, અને બળવંતસિંહ હેમુભા પરમાર નામના રહેવાસીઓએ કરેલા હતા આ ગેરકાયદેસર દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે વધુમાં, છેલ્લા ૧૫ વર્ષથી આ જમીનનો ઉપયોગ કરવા બદલ તેમની પાસેથી વસૂલાત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે તેમ નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.