BHUJGUJARATKUTCH

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનુ આયોજન કરાયુ.

ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના વરદ હસ્તે કેમ્પનુ ઉદધાટન કરાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.

ભુજ,તા-૩૧ ઓગસ્ટ : ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા આજરોજ ભુજના શિવકૃપા નગર સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આયુર્વેદ, હોમિયોપેથી, નેત્રરોગ, ડાયાબિટીસ, હરસ, માસા, ભગંદર, યોગ અને ઔષધિય વનસ્પતિ વિષયક વિશાળ આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કેમ્પનુ ઉદ્ધાટન અને દીપ પ્રાગટ્ય માનનીય ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના માનનીય શ્રી એચ.એલ. અજાણીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં મુખ્ય તબીબશ્રીઓ તરીકે નેત્રરોગ નિષ્ણાંત ડો. સંજય ઉપાધ્યાય, ડાયાબિટીસ નિષ્ણાંત ડો. નિનાદ ગોર, ફીજીસિયન ડો. મહેશ અખાણી, પંચકર્મ નિષ્ણાત ડો. કુંદનબેન ગઢવી, હોમિયોપેથી નિષ્ણાતો ડો. વાસંતીબેન જાદવ તથા ડો. પ્રતિક્ષાબેન પવાર, બાળરોગ નિષ્ણાંત ડો. પાવન ગોર, યોગ નિષ્ણાંત શ્રી સમીરભાઈ સોલંકી અને ઔષધિય વનસ્પતિ નિષ્ણાંત શ્રી નિકુંજ ત્રિપાઠી સહિત વિવિધ શાખાના નિષ્ણાતોએ નિદાન અને સારવાર આપી હતી. હરસ, માસા અને ભગંદર જેવી પીડાઓ માટે ક્ષારસૂત્ર નિષ્ણાત ડો. મેહુલસિંહ ઝાલા, ડો. દિપેશ ઠક્કર, ડો. દિપાબેન કાનાણી તથા ડો. આશિષ ગજેરાએ સલાહ, નિદાન તથા સારવાર આપી હતી. કેમ્પમાં ડો. વિનોદ કે. નિનામા, જિલ્લા આયુર્વેદ અધિકારી કચ્છ તથા વૈદ્ય પંચકર્મશ્રી ડો. બર્થાબેન પટેલનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો. વિવિધ આયુર્વેદીક ઔષધિય છોડને પણ ત્યા નિદર્શન માટે રાખી તેની ઉપિયોગીતા દર્શાવતા પેમ્પલેટ પણ વિપરીત કરવામા આવેલ હતા.

સેવા સહયોગીઓ તરીકે શ્રી સાક્ષીબેન ચૌહાણ, શ્રીમતી કિષ્ણાબેન ગોર, શ્રી શરદ ઠાકર તથા શ્રી અશ્વિન પંડ્યાએ ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. કેમ્પમાં ભુજ તથા આસપાસના વિસ્તારના અનેક લોકો ઉપસ્થિત રહી નિઃશુલ્ક આરોગ્ય નિદાન, સારવાર તથા માર્ગદર્શનનો લાભ લીધેલ હતો. કેમ્પના સફળ આયોજન માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી રવિન્દ્રભાઈ એ. ત્રવાડી તેમજ સમગ્ર તાલુકા ટીમે તમામ તબીબશ્રીઓ, સહયોગી અધિકારીઓ, બ્રહ્મ અગ્રણીઓ તેમજ બંધુ-ભગીનીઓ અને સેવા સહયોગીઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રીટાબેન ભટ્ટે કરેલ હતુ, એવુ કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!