વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૧ ઓગસ્ટ : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ – નાની ખાખર મધ્યે તા.૩૦/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ બે દિવસીય અખીલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલ પ્રથમ દિવસે સંસ્થાના મંત્રીશ્રી હોથુજી પી જાડેજા ની ઉપસ્થીતીમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી નવલસિંહ પી જાડેજા ભરાયા ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ચેસ ટુર્નામેન્ટ શરૂઆત કરવામાં આવેલ. બે દિવસીય ટુર્નામેન્ટમાં સાઈઠ જેટલા નેત્રહીન ખેલાડીઓએ હર્ષભેરે ભાગ લીધેલ બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી અનિરૂધ્ધભાઈ દવે ધારાસભ્યશ્રી માંડવી મુન્દ્રા તેમજ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહિપતસિંહ જાડેજા, જીલ્લા પંચાયત સદસ્ય વિરમભાઇ ગઢવી, માંડવી તાલુકા પંચાયત માજી પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ સંગાર, સંસ્થાના પ્રમુખ હરિભાઈ પટેલ, છાયાબેન લાલન, રણછોડભાઈ પટેલ, જાદવજીભાઈ સૈયા, વગેરે ની ઉપસ્થીમાં વિજેતા નેત્રહીન ખેલાડીઓને ઇનામો આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનિરૂધ્ધભાઈ દવે એ પોતાના ઉદબોદનમાં જણાવ્યું કે ખરેખર પ્રજ્ઞાચક્ષુ ઓમાં પ્રજ્ઞાશક્તિ ખુબજહોય છે અને દિવ્યાંગવ્યક્તિ પણ પોતાની શક્તિ વિકસાવે તો ખુબ જ પ્રગતી કરી શકે. દિવ્યાગોના કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખુબજ લાગણીશીલ છે અને સરકારશ્રી દ્વારા દીવ્યાંગો માટે અનેક વિધ યોજનાઓછે તદઉપરાંત ધારાસભ્યશ્રી અનિરૂધ્ધભાઈ દવે દ્વારા સંસ્થા પાસે બસ સ્ટેસન માટેની મંત્રીશ્રી હોથુજી પી જાડેજાની માંગણી ને સંતોષતા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપીયા ત્રણ લાખ બસ સ્ટેસન માટે ફાળવવાની જાહેરાત કરી તેમજ જયારે પણ સંસ્થાને કોઈ જરૂરીયાત જણાય ત્યારે સહકાર આપવાની ખાતરી આપેલ આ કાર્યક્રમનાં ભોજનના દાતા ગીરીશભાઈ પરશોતમ મોતા-બિદડા અને નવલસિંહ પી જાડેજા બરાયા થતા ઇનામોના. દાતા કિર્તીકુમાર કેશવાણી સરપંચશ્રી ટુન્ડા રહયા હતા તેમજ કાર્યક્રમની અભારવિધિ હોથુજી પી જાડેજા એ કરેલ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આશારીયાભાઈ ગઢવી ભાડિયા વાળાએ સંભાળેલ.