
વિજાપુર પિલવાઇ શેઠ જી.સી હાઇસ્કૂલ ખાતે 76મો જીલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા
200 વધુ વૃક્ષો નુ શાળા પટાંગણ માં રોપણ કરાયું
છેલ્લા સાત દાયકાઓથી પ્રાકૃતિક સંરક્ષણની દિશામાં ઊજવાતો ઉત્સવ એટલે વન મહોત્સવ ધારા સભ્ય :- સીજે ચાવડા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પિલવાઇ આવેલ શેઠ.જી.સી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી રૂષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 76માં વન મહોત્સવના ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના પટાંગણ માં 200 થી વધુ વૃક્ષો નુ રોપણ કરાયું હતુ.તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે નિઃશુલ્ક રોપા વિતરણ કરતી વાન ને લીલી ઝંડી આપી જીલ્લાના તાલુકાના સમગ્ર ગામડાઓ સુધી પોહચે અને વધુ ને વધુ વૃક્ષો ના રોપણ થાય તે માટે વાન ફરતી કરવા માં આવી હતી. જીલ્લા નો 76મો વન મહોત્સવ પ્રાકૃતિક સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે આ ઉજવાતો ઉત્સવ વાર્ષિક પરંપરા રૂપ સાબિત થયો છે.ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અનુરૂપ આપણે મન, વચન અને કર્મથી સદૈવ પ્રકૃતિની સેવા તથા સુરક્ષા કરી છે, ત્યારે આજના સમયમાં આ ધ્યેયને અવિરત બનાવવો એ કેન્દ્ર સરકારની અતૂટ પ્રતિબદ્ધતા છે તેમ ધારાસભ્ય સી.જે ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મયંક ભાઈ નાયક અને સંસદ સભ્ય હરીભાઈ પટેલ મેહસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય સી.જે ચાવડા જીલ્લા પંચાયત ના પ્રમુખ તૃષા બેન પટેલ તેમજ આઇ એફ એસ વરિષ્ઠ વન અધિકારી એસ કે શ્રીવાસ્તવ નાયબ વન સંરક્ષક બિંદુ પટેલ કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ એસ કે પ્રજાપતિ જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





