GUJARATKARJANVADODARA

દિશાસૂચક બોર્ડના અભાવને લઈ અટવાતા વાહન ચાલકો

કરજણ દિશા સૂચક બોર્ડના અભાવે ભારદારી વાહનો ભટકે, સ્થાનિકો પરેશાન

નરેશપરમાર.કરજણ,

દિશાસૂચક બોર્ડના અભાવને લઈ અટવાતા વાહન ચાલકો

કરજણ દિશા સૂચક બોર્ડના અભાવે ભારદારી વાહનો ભટકે, સ્થાનિકો પરેશાન

કરજણમાં જુનો રેલવે ઓવરબ્રિજ બંધ કરી તેની જગ્યાએ શરૂ કરેલ નવો રેલવે ઓવરબ્રિજ તરફ જવા માટે દિશા સૂચક બોર્ડનો અભાવ વાડનચાલકો અને સ્થાનિકો બંને માટે મોટી સમસ્યા બની ગયો છે. આમોદ અને પાદરા તરફથી આવતા ભારદારી વાહનો નેશનલ હાઈવે પર જવા માટે મિયાગામ, જલારામ કે અણસ્તુ ચોકડી થઈને કરજણ નગરમાં પ્રવેશે છે. જોકે, કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ દિશા સૂચક બોર્ડ ન ડોવાથી વાડનચાલકો ગૂંચવાઈ જાય છે. પરિણામે, આ મોટા વાહનો સીધા કરજણની સોસાયટીઓમાં પ્રવેશી જાય છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને રસ્તાઓ સાંકડા હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. ખોટો રસ્તો લેવાને કારણે વાડનચાલકોને લાંબો ધક્કો ખાઈને પાછા ફરવું પડે છે, જે સમય અને ઇંધણનો વ્યય કરે છે. તાજેતરમાં આવા જ એક ભારદારી વાહનથી નિર્દોષ મહિલાનું મૃત્યુ થયું હોવાથી, આ મુદ્દાની ગંભીરતા વધી જાય છે. તંત્રને વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે મુખ્ય ચોકડીઓ અને ડાયવર્ઝન પોઈન્ટ પર યોગ્ય દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!