રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
માંડવી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે હાઈ રીક્સ દર્દીઓને પોષણ કીટનું વિતરણ
મુંદરા,તા.2: તાજેતરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવે તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે 25 હાઈ રીક્સ ટી.બી.ના દર્દીઓને આશાપુરા ફાઉન્ડેશનના સહયોગથી પોષણ રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝેડ.પી. નાથાણી, ટી.બી. સુપરવાઈઝર વિજય ગરવા, ટેકનિશિયન પાર્થ સુણેસરા, અર્બન સુપરવાઈઝર રાજેન્દ્ર ગઢવી તથા હેલ્થ વિઝીટર કેવલ બૂચ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આશાપુરા ફાઉન્ડેશન તરફથી નૈમિષાબેન અને વંદનાબેનના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
પોષણક્ષમ ખોરાક દ્વારા દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય તેવા આશય સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)