DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાંબુઆ ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ટીબીની તપાસ યોજાઈ

તા.૦૪.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાંબુઆ ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ટીબીની તપાસ યોજાઈ

100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાંબુઆ ખાતે ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત મોબાઇલ એક્સ-રે વાનની મુલાકાત સાથે ટીબી તપાસ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.૩૧ શંકાસ્પદ દર્દીઓના ટીબી માટે એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં લાભાર્થીઓની વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ચકાસણીઓ પણ કરવામાં આવી હતી. આ ટીમમાં મેડિકલ ઓફિસર, ટીબી લેબ સુપરવાઇઝર, પી.એચ.સી. સુપરવાઇઝર, સીએચઓ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસિલિટેટર અને આશા બહેનોનો ઉમદા સહયોગ રહ્યો હતો. આ પ્રકારના સંયુક્ત પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવવાની દિશામાં મહત્વનો પગલા ભરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!