BANASKANTHADEODARGUJARAT

બનાસકાંઠા: દિયોદર ATM મશીન ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ પોલીસે એક ઇસમને ઝડપી લીધો

બનાસકાંઠા દિયોદર પોલીસે થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલ એ ટી એમ ઓફિસમાં પ્રવેશ કરી એ ટી એમ મશીન ને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમને પોલીસે સી સી ટીવી ફૂટેજ ના આધારે ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

 

દિયોદર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાના એ ટી એમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઈસમે એ ટી એમ માં પ્રવેશ કરી મશીન ને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કોઈ અજાણ્યા ઈસમે એ ટી એમ ને નુકશાન પોહચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડા ના મેનેજર ને જાણ થતાં મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી જેમાં દિયોદર પી આઈ એ ટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો એ બેંક ઓફ બરોડા એ ટી એમ શાખામાં લગાવવામાં આવેલ સી સી ટી વી ફૂટેજ ચકાસી ફૂટેજમાં જોવા મળતા એક ઈસમ શંકાસ્પદ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામનો પોપટભાઈ શીવાભાઈ ઠાકોર નામના ઇસમને બાતમી ના આધારે ઝડપી પાડી સઘન પૂછ પરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એ ટી એમ ઓફિસમાં એ ટી એમ મશીન ને તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસ ની કબૂલાત કરી હતી જે અંગે દિયોદર પોલીસે ઈસમ સામે ગુન્હો નોંધી વધુ પૂછ પરછ હાથ ધરી છે જેમાં દિયોદર પોલીસ ને ચોરી ના નિષ્ફળ પ્રયાસ અંગે ના ગુન્હામાં મોટી સફળતા મળી છે ……

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!