
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા. 5 સપ્ટેમ્બર : ભારત સરકાર ના નાબાર્ડ દ્વારા પ્રાયોજિત ભુજ હાટ ખાતે સ્ટેટ લેવલ હૅન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન તારીખ 10 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ યોજાયો હતો.આ એક્ઝિબિશન માં ટાટા પાવર સી એસ આર અંતર્ગત ઈ ડી આઈ આઈ અમદાવાદ દ્વારા અમલીકૃત આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ક્રાફટ સાથે સંકળાયેલ કારીગરો ને માર્કેટિંગ અને વેચાણ હેતુસર 61 કારીગરોએ ભાગ લીધેલ જે પૈકી મડ વર્ક, હેન્ડલૂમ, ઝવેલરી, હોમ ડેકોર, પર્સ બનાવતા કારીગરો ને નાબાર્ડ તરફથી સ્ટોલ ફાળવણી થાકી આવક ઉભી કરવા પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં નાની ખાખર, મોટી ખાખર, ફરાદી, બિદડા, મોટા ભાડિયા, મસ્કા ગામો ના વિવિધ કારીગરો એ સરકારશ્રી તરફથી મળતી કારીગરો ને સહયોગ અને વિવિધ ડિપાર્ટમેન્ટ ની માહિતી મેળવી હતી સાથે સાથે માસ્ક ગામ ની 20 મહિલા ઓને કચ્છ ના વિવિધ ક્રાફટ ની જાણકારી માટે એલ એલ ડી સી ની પણ મુલાકાત લીધી હતી આ એક્સહિબીશન માં ટાટા પાવર મુન્દ્રા તરફથી નીરુબેન રસ્તે અને સર્વવિજય ઉપસ્થિત રહી બહેનો ને પ્રોત્સાહિત કરેલ હતી આ સમગ્ર આયોજન આનંદ નંદાણીયા પ્રોજેક્ટ મેનેજર તરફથી કરવામાં આવેલ હતું આ એક્સઝીબીશન થકી કારીગરો ને 25400 જેટલી આવક મળવા પામેલ હતી.



