
શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 15 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.સરકારી વિનયન બાઉદીન કોલેજ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયેલ જેના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર તેમજ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સાકર બેન દીવરાણીયા , જુનાગઢ કલેક્ટરશ્રી અનિલ રાણાવાસીયા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય લતાબેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી નિલેશભાઈ સોનારા, બહાદિન સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર ભટ્ટ સાહેબ માન્ય તમામ સંઘના પ્રમુખશ્રી મંત્રીશ્રી તેમજ સભ્ય શ્રી ઉપરાંત બહોળી સંખ્યામાં સરસ્વત શિક્ષક ભાઈઓ તથા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જેમાં માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એવોર્ડ મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન આપેલ તેમજ આજના સમયમાં બાળકોમાં વધી રહેલ અગ્રેસિવનેસ માટે ના કારણો શોધવા માટે અને તેના નિવારણ માટે ચિંતન કરવા શિક્ષકોને અપીલ કરેલ. એ આઈ ના ઉપયોગ થકી જુનાગઢ જિલ્લાના શિક્ષણમાં પ્રગતિ આવે એવો પણ આગ્રહ કરેલ અધ્યક્ષ શ્રી હરેશભાઈ ઠુમર દ્વારા એવોર્ડ શિક્ષકોને અભિનંદન તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી જુનાગઢ જિલ્લો હજુ પણ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે શ્રદ્ધા વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ અને સમગ્ર કાર્યક્રમનો સંચાલન શ્રી હારુન ભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






