
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ ખાતે માલપુરિયા બારા ચોરાસી વાળંદ જુથનો તેજસ્વી તારલા સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે માલપુરિયા બારા ચોરાસી વાળંદ જૂથનો તેજસ્વી તારલા અને સ્નેહ મિલન સમારોહ મેઘરજ લીંબચ ધામ પહાડીયા ખાતે યોજાયો હતો જેમાં ગોળના કેજી થી લઈને મેડિકલ એન્જીનીયરિંગ સહીતના વિદ્યાર્થીઓ અને તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે નવી સરકારી નિમણુંક અને વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનાર સમાજના જ્ઞાતિજનોનુ અને કાર્યક્રમમાં વિશેષ આર્થિક યોગદાન આપનાર દાતાઓનું પણ ટ્રોફી અને મોમેન્ટો થી સન્માન કરવામાં આવ્યું હતું અને ગોળના પ્રમુખ મિનેશભાઈ વાળંદ અને મંત્રી ડૉ. અનંતભાઈ વાળંદ દ્વારા પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી સમાજમાં વધુ માં વધુ શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી સમાજનું ગૌરવ વધારે તે માટે હાકલ કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના મુખ્ય કમિટીના સભ્યો અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




